ખૂબ પાવરફૂલ છે આ ઔષધિ, રોજ આ રીતે લેવાથી વધશે સેક્સુઅલ પાવર અને દૂર થશે શરીરની અનેક ખરાબ બીમારીઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અશ્વગંધા મધુર, તૂરી, કડવી ઉષ્ણવીર્ય, વાજીકર તથા વાયુ અને કફનો નાશ કરનાર છે. આચાર્ય ચરકના મત પ્રમાણે અશ્વગંધા શરીરને પુષ્ટ કરનાર તથા રોગ પ્રતિકારક શકિતને વધારનાર છે. શરીરના ધાતુકોષોના ઘસારા સામે તેની પૂર્તિ માટે જીવનીય દ્રવ્ય તરીકે ઉપયોગી છે. તથા રસાયણ પણ હોઈ શરીરમાં વહન થતાં રસ દ્રવ્યોની વિકૃતિઓને સુધારી આરોગ્ય પ્રદાન કરે છે. તથા ધાતુઓના પોષણક્રમને વ્યવસ્થિત કરે છે. તથા જઠરાગ્નિને પ્રદિપ્ત કરે

ક્ષયનાં દર્દોમાં અશ્વગંધા વાપરવા માટે ૧૦૦ ગ્રામ જેટલું બકરીનું દૂધ લઈ તેમાં પાંચ ગ્રામ જેટલું અશ્વગંધાનું જાડું અધકચરું ચૂર્ણ નાખવું. તથા તેમાં ૧૦૦ ગ્રામ જેટલું પાણી નાખી ચૂલા પર પાકવા મૂકવું. પાણીનું દહન થઈ જાય એટલે ઉતારી લેવું અને કપડાના સ્વચ્છ ટૂકડા વડે ગાળી લેવું તથા ઠંડું પડવા દેવું. ત્યારબાદ જરૂરત મુજબ સાકરનો ભૂકો ઉમેરી ક્ષયના દર્દીને પીવા આપવું. ક્ષયના દર્દમાં શરીરના દરેક રસ તથા લોહી અને સપ્તધાતુનો નાશ થતો હોઈ ધાતુ-પુષ્ટિ કરવી જરૂરી છે. અશ્વગંધામાં ઉપર પ્રમાણે ધાતુપુષ્ટિના કુદરતી ગુણો હોય તે ધાતુઓને પોષણ આપી રોગપ્રતિકારક શકિત પણ વધારે છે. આ પ્રયોગથી સ્ત્રીઓને પ્રસૂતિ પછીની નબળાઈમાં પણ તાકાત આવે છે.

બ્રેઈન ટૉનિક તરીકે અશ્વગંધા વાપરવા માટે અશ્વગંધાનો નીચે મુજબનો પ્રયોગ બુદ્ધિજીવી વર્ગ માટે તથા માનસિક પરિશ્રમ કરનારાઓને લાભદાયી પુરવાર થશે. તેનાથી મનોબળ પણ વધે છે. અશ્વગંધા, જેઠી-મધ, બ્રાહ્મી, શંખાવલી, શતાવરી આ બધાં દ્રવ્યો સમાન ભાગે લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી દિવસમાં બે વખત અર્ધો કપ દૂધ સાથે લેવાથી માનસિક પુષ્ટિ મળે છે તથા મનોબળ વધે છે. તથા ગરમીની ઋતુમાં જ્યારે ધાતુ પુષ્ટિની જરૂર પડે અને થાક અનુભવાય ત્યારે આ પ્રયોગ ખૂબ જ લાભદાયક છે.

અનિંદ્રાનાં દર્દોમાં અશ્વગંધા : અશ્વગંધા ઉત્તમ રીતે વાયુ હરનાર છે અને વાયુના પ્રકોપને કારણે જ ઊંઘ આવતી નથી હોતી. તેવા સંજોગોમાં અશ્વગંધાનું ચૂર્ણ ઘી અને સાકરમાં ચાટી જવાથી નિંદ્રા આવી જાય છે. આ પ્રયોગ જમ્યા પછી કરવો. પુરુષાતન માટે તથા બલવર્ધક તરીકે : અશ્વગંધ, તલ, અડદ, સૂંઠ, ગોળ, ઘી. આ બધાં દ્રવ્યોમાંથી અશ્વગંધ, તલ અને અડદ દ્રવ્યો સમભાગે લઈ તેમાં જરૂર મુજબ વિશેષ પ્રમાણમાં સૂંઠ, ગોળ તથા ઘી ઉમેરીને લાડુ બનાવવા તથા તે દરરોજ સવારે ખાવા.

બાળકોને શરીર રૂટપુષ્ટ કરવા અશ્વગંધાનો નીચે મુજબનો પ્રયોગ કરવો. આ માટે કાળા તલ, ૧૨૫ ગ્રામ, ખજૂર ૧ કીલો, અશ્વગંધા, ૧૨૫ ગ્રામ લેવું. ત્યારબાદ aઅ બધી ચીજવસ્તુઓને મિશ્રણ કરી માવો તૈયાર કરવો. તેને ચોખ્ખા ઘીમાં તળીને દરરોજ ૫૦ ગ્રામ જેટલા વડા બનાવી દસ વર્ષથી ઉપરનાં બાળકોને એકમાસ સુધી ખવડાવવા. ૧૦ વર્ષની ઉંમરથી નાનાં બાળકોને આ પ્રયોગ ગરમ લાગવાની શકયતા છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top