થોડા સમય પહેલા લેવામાં આવેલા મેગીના સેમ્પલ માંથી સિસુ હોવાની વાત સામે આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન મેગી બનાવનાર નેસ્લેના વકીલોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મેગીમાં સિસુ વધારે માત્રામાં હતું.
લેડ એટલે કે સિસુ એક હેવી મેટલ છે જે વાતાવરણમાં હોય છે. આ એક એવું ઝેરીલું મેટલ છે જે શરીરમાં જાય તો મગજ અને હૃદયને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે સિસુ પેન્ટ, કેન્ડ ફૂડ, પીવાના પાણી માટે લગાવેલી જૂની પાઇપ, કૉસ્મેટિક્સ અને બેટરીઓમાં જોવા મળે છે.
ડોક્ટરોના કહેવા પ્રમાણે સિસુ માત્ર ખતરનાક જ નહીં પરંતુ ઘાતક પણ છે. સિસુના વધારે સેવનથી કિડની પણ ખરાબ થઇ શકે છે અને નર્વસ સિસ્ટમ પણ ડેમેજ થાય છે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના શરીરમાં જો સિસુ પહોંચે તો તેનો આઇક્યૂ લેવલ પ્રભાવિત થાય છે, સાથે જ બોલવામાં પણ તકલીફ પડે તેવી સમસ્યા સર્જાઇ છે. સાથે જ હાડકાંઓ અને માંસપેશીઓના વિકાસમાં પણ ઉપણ આવે છે.
મોટી ઉંમરની વ્યક્તિની વાત કરીએ તો પુરૂષ અને સ્ત્રીનાં શરીરમાં સિસુ જાય તો વ્યંધત્વ અને પાચન સાથે જોડાયેલી પણ સમસ્યા થઇ શકે છે. ગર્ભવતી મહિલામાં સિસુની ઉપસ્થિતિ તેનું બ્લડ પ્રેશર વધારી શકે છે સાથે જ આવનારા બાળકના મગજના વિકાસ પર પણ અસર કરે છે.
ભારતમાં નક્કી કરાયેલા પ્રમાણ અનુસાર કોઇ પણ ફૂડમાં સિસુની માત્રા 2.5 પીપીએમ સુધી જ હોવી જોઇએ, પરંતુ યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના કહેવા અનુસાર લોહીમાં સિસુની કોઇ પણ માત્રા હોવી તે સેફ નથી, સિસુ માંસપેશીઓ હાડકાંઓ તેમજ લોહીમાં જામવા લાગે છે જે ધીમે-ધીમે પોતાની અસર બતાવે છે.
મેગીમાં સીસાના સાથે જેનું પ્રમાણ વધુ મળ્યું છે તે મોનો સોડિયમ બ્યુટામેટ એ વસ્તુ છે, જેને આપણે સૌ સામાન્યપણે આજીનોમોટો નામથી ઓળખીએ છીએ , અને એ તો બધાને જ ખબર છે કે તમે કોઈપણ ચાઈનીઝ વાનગી બહારથી લાવો તો તેમાં આજીનોમોટો નંખાયો જ હોય છે. સાદા પેકિંગમાં આવતી નુડલ્સ હોય કે પછી તે મેગી હોય એ તમામમાં મોનોસોડિયમ ગ્લટામેટ એટલે કે આજીનોમોટોનો ઉપયોગ થયો હોય છે.તેના કારણે શરીર ને ઘણું બધુ નુકસાન થાય છે. આજે દરેક ઈન્સ્ટન્ટ ફૂડ આઈટેમમાં સૌથી ખરાબ ઈન્ટેડિયન્ટ જો કોઈ હાજર હોય તો તે છે મોનોસોડિયમ ગ્લટામેટ.
શરીરમાં કોઈપણ જોખમી તત્વની હાજરી વધવા માંડે છે ત્યારે તેમાંથી આપણું હૃદય કઈ રીતે બચી શકે. એના કારણે આપણા હૃદયના ધબકારા અનિયમિત બને છે. કાર્ડિયાક મસલ્સ જકડાઈ જાય છે અને છાતીમાં તિવ્ર દુખાવો થાય છે. મોનોસોડિયમ ગ્લટામેટના રોજીંદા સેવનથી ચહેરા પરની ચામડીમાં બળતરા થવાની સમસ્યા કાયમી અને સર્વસામાન્ય બની જાય છે .
આજીનોમોટોથી સગર્ભાઓએ દૂર જ રહેવું જોઈએ . તેનાથી વંધ્યત્વ આવવાનું પણ એટલું જ જોખમ છે. જો કોઈ મહિલા સગર્ભા હોય તો તેણે આજીનોમોટો ધરાવતી કોઈપણ વસ્તુના સેવનથી દૂર રહેવું જોઈએ.
આજીનોમોટો એટલે કે મોનોસોડિયમ ગ્લટામેટનું સેવન કાયમી થવાથી બલ્ડ પ્રેશર , થાઈરોઈડ ઈસ્ય , ડાયાબિટીસ , અસ્થમા , ફૂડ એલર્જી અને ઓબેસિટીની સમસ્યા વધતી જાય છે. આ ઉપરાંત વધુ પડતો પરસેવો થવો એ પણ સામાન્ય બની જાય છે . તેનાથી આંખની રેટીનાને પણ નુકશાન થાય છે. અને સૌથી મોટી વાત તેના વધુ પડતા ઉપયોગથી તમને કેન્સર પણ થઈ શકે છે .
શરીરના ચેતા કોષો વધુ પડતા સક્રિય બની જાય આજીનોમોટો તમારા શરીરના કોષોને વધુ પડતા સક્રિય બનાવે જ છે અને તે શરીરના કોષોનું સંતુલન પણ ખોરવી નાખે છે. અને આમ થવાને કારણે તમને આરોગ્યને લગતી ઘણી તકલીફો થઈ શકે છે .
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.