કોઈ વસ્તુની એલર્જી કે પ્રદુષણને કારણે ઘણા લોકોમાં દમ-શ્વાસની તકલીફ સામાન્ય રીતે જોવા મળે છે. આના કારણે ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને નાકમાંથી અવાજ જેવી તકલીફ જોવા મળે છે. લોકો આ તકલીફથી છુટકારો મેળવવા માટે હોમિયોપેથી દવાઓ લે છે પણ ઘરેલુ ઉપચારોથી પણ તકલીફમાં રાહત મેળવી શકાય છે અને દમ-શ્વાસને દુર કરી શકાય છે. આજે અમે તમને દમ- શ્વાસ ને દૂર કરવા મટેના ઉપચારો જણાવીશું
સૂંઠ અને ભારંગમૂળનો ઉકાળો બનાવીને પીવાથી શ્વાસ મટે છે. ઘી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં રાહત થાય છે. નગરવલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ-શ્વાસ અસ્થમા મટે છે. અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે. રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
દમ – શ્વાસની તકલીફ હોય ત્યારે ગરમ પાણી પીવું, હળવો ખોરાક લેવો, વહેલું ઊઠવું, રાત્રે વહેલું – માફકસર જમવું, દિવસે ન સુવું, ગળ્યા ખાટા, ખારા, વાસી-ભારે પદાર્થો ન ખાવા. ભેજવાળી જગ્યાએ ન રહેવું. દસ પંદર લવીંગ ચાવીને તેનો રસ ગાળવાથી દમ-શ્વાસ મટે છે. દરરોજ થોડો ખજુર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જાય છે અને દમ-શ્વાસ મટે છે.
પંદર વીસ મરી વાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે. હળદર, મરી અને અડદ એ ત્રણેને અંગારા પર નાંખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે. બે ત્રણ સુકા ખજુર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે. તુલસીનો રસ 10 ગ્રામ અને મધ 5 ગ્રામ ભેગું કરી લેવાથી શ્વાસ મટે છે. એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
ભોરીંગણીનું પંચાંગ ચૂર્ણ દૂધ સાથે લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. હળદર અને સુંઠનું ચુર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે. આમળાનો રસ અઢી તોલામાં એક તોલો મધ અને પા તોલો પીપરનું ચુર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે. ફુલાવેલી ફટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલો ફાકવાથી દમ મટે છે.
આંસોદરનું મૂળ ઘસી પીવાથી દમ-શ્વાસમાં રાહતમાં થાય છે. દશમૂળના ક્વાથમાં એરંડમૂળ ચૂર્ણ નાખી લેવાથી દમમાં રાહત થાય છે. હરડેની છાલ, બહેડાની છાલ, અને પીપરી મૂળના ગંઠોડાનું ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. ગાજરના રસના ચારપાંચ ટીપાં નાકમાં નાખવાથી શ્વાસ મટે છે.
અશેળીયો તોલું 10, હળદર, સિંધવ તોલું 1 -1 , ગોળમાં ગોળી કરીને લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ એક ચમચી મધ સાથે લેવાથી શ્વાસ મટે છે. આદુ, તુલસી, ફુદીનાનો રસ, હળદર મધ સાથે લેવાથી કફ ઓછો થાય છે. ચોસઠપ્રહરી પીપર લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે.
કાકડાશગી, ભારંગી, જટામાંસી, સૂંઠ, મરી, પીપર, ત્રિફળા, પંચલવણ પુષ્કરમૂળ, મરીનું ચૂર્ણ ગરમ જળમાં લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. સૂંઠ, સાકરને ભારંગનું ચૂર્ણ જળ સાથે લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. કુકડવેલના ફળનું ચૂર્ણ એરંડાના રસ સાથે લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. કળથી, અરડૂસી, સૂંઠ, રીંગણી, પુષ્કરમૂળનો કાઢો પીવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે.
પીપર, પુષ્કરમૂળ, હરડેની છાલ, સૂંઠ, કચૂરો અને કમળકાકડીના મગજની ગોળમાં ગોળી કરી ખાવી. મોથ, ખેરસાલ, મરી, પીપર, વાવડીંગ, ચિત્રાછાલ, સૂંઠનું ચૂર્ણ લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. ફુલાવેલી ટંકણખાર કે જવખાર મધમાં લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. આંકડાના મૂળ, મન:શીલ, સૂંઠનો ધુમાડો (નાસ) લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે.
સુતી વખતે ભાવે તેટલી સાકર ખાઈ ઉપર પાણી ન પીવું. સાકર, વંશલોચન, પીપર, એલચી, તજ ચૂર્ણ મધ કે ઘીમાં લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે. પીપર, ધોળામરી, હરડે, જીરું, સિંધવ, સંચળ, જવખારનું ચૂર્ણ લેવાથી દમ-શ્વાસમાં રાહત થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.