પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે.
બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. બાજરો પોષકતત્વથી ભરપૂર હોય છે.આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ આજે જ બાજરો ખાવાનું શરૂ કરી દેશો.
બાજરીના રોટલા હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારી થવાનો ખતરો ઘટે છે. સાથે જ તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.
બાજરીનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે. જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો બાજરી તમારી મદદ કરી શકે છે કારણ કે તેના સેવનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. બાજરી ધીરે ધીરે પચે છે. જેના લીધે પેટ ભરેલું રહે છે. એટલા માટે તમે એક્સ્ટ્રા ખાઇ શકતા નથી અને તમારું વજન કાબૂમાં રહે છે.
ગર્ભવતી મહિલાઓએ બાજરીની ખિચડી અને રોટલીનું સેવન કરવું જોઇએ. કારણ કે તેનાથી ગર્ભવતી મહિલાઓમાં આયરન અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. ફક્ત ગર્ભવતી મહિલાઓએ જ નહી પરંતુ દૂધ પીવડાવનાર મહિલાઓમાં જો દૂધ ન બનતું હોય તો બાજરી માતાનું દૂધ વધારવામાં મદદ કરે છે.
હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી સારો માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પણ હોય છે. જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં દરરોજ બાજરી ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની ઉણપ થવા દેતું નથી. જેથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાને મજબૂતી આપે છે. બાજરા નું નિયમિત સેવન કરવાથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.
બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન હો તો પેટની સમસ્યાઓને ખતમ કરે છે બાજરી. બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બાહરથી પણ ઊર્જાવાન રહે છે.
બાજરીમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. લોહીની ઉણપ એટલે કે એનીમિયાને દૂર કરવા માટે બાજરીનું સેવન કરવું જોઇએ. જો તમને પણ એનીમિયાની સમસ્યા છે તો આજથી જ બાજરીનું સેવન શરૂ કરી દો. બાજરો કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે. જે હૃદય ને તંદુરસ્ત રાખે છે, કોલેસ્ટરોલ નું પ્રમાણ ઘટાડે છે અને બ્લડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે.
બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટી જાય છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. બાજરાનો રોટલો ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. ડાયાબિટીઝને દર્દીઓને બાજરીનું સેવન જરૂર કરવું જોઇએ. કારણ કે આ લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ કરવામાં મદદગાર થાય છે. એટલા માટે ડાયાબિટીઝના દર્દીઓને નિયમિત રૂપે બાજરીનું સેવન કરવાની સલાહ આપે છે.
બાજરીલીવરની સુરક્ષા માટે પણ આનુ સેવન લાભકારી છે. બાજરી હાઈબીપી અને અસ્થમાં જેવી બીમારીઓ માટે પણ આ ખૂબ લાભકારી છે. બાજરીના રોટલાને મઠા જેવી ઘાંટી છાશ સાથે ખાવાથી શરીરમાં સ્કૂતિ આવે છે. બાજરી કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તેના સેવનથી સાંધાની સમસ્યાથી છુટકારો મળે છે. બાજરી કફનાશક તેમ જ વીર્ય ને ગરમ કરનારી પણ ગણાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.