નાડમાં પણ નહીં રહે રોગ, કફ-તાવ અને પાચનના 100થી પણ વધુ રોગોનું 100% અસરકારક ઔષધ છે આ, માત્ર જાણી લ્યો સેવન કરવાની રીત..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ત્રાયમાણના છોડ થાય છે. ગુજરાતમાં પણ ઘણે ઠેકાણે એ જોવા મળે છે. તેનું ફૂલ જંગલી કસુંબનાં ફૂલ જેવું, રંગે પીળું તથા ગોળ હોય છે. તેનાં પાન ભોયપાથરી જેવા જમીન ઉપર પથરાઈ ગયેલાં હોય છે. તે સ્વાદે તૂરુંને કડવું હોય છે. ત્રાયમાણ ગુણમાં કટુ-પૌષ્ટિક છે. હવે અમે તમને જણાવીશું ત્રાયમાણના ઉપયોગ થી થતાં ફાયદા.

પેશાબ સાફ લાવવા તથા પેટની ચૂંક મટાડવા માટે ત્રણમાણનો ઉપયોગ થાય છે. એ પૌષ્ટિક પણ છે. યકૃત તથા પ્લીહાનાં દર્દો માટે કાળી દ્રાક્ષ સાથે ઉકાળો કરી ત્રણ દિવસ સુધી પીવા આપવાથી પણ ઘણો ફાયદો થાય છે. આ ઉકાળો જલંદર માટે પણ વપરાય છે. છાતીના રોગો, અર્શ, ત્રિદોષ, ઊલટી જેવા વ્યાધિ મટાડવા માટે પણ વપરાય છે. તેના ઉકાળાનાં પાણીનો જવના લોટ સાથે લેપ કરવાથી સોજામાં ઘણી રાહત રહે છે.

ત્રાયમાણથી જીર્ણજવર, પિત્ત રોગ, ઊલટી, કફ, તરસ અને શૂળમાં ઘણી રાહત રહે છે. એનાથી લોહી છૂટે છે. ગંધ મટાડવા પણ એનો ઉપયોગ થાય છે. સોજા ઉપર તથા સાંધાના દુઃખાવા માટે એની પોટીસ બનાવીને મૂકવામાં આવે છે. એની રાખ ઘી તથા માખણ સાથે લગાડવાથી ખરજ, કીડ વગેરેમાં રાહત થાય છે. જખમો પર પણ રુજ આવે છે.

ત્રાયમાણનો ઉકાળો મંદાગ્નિ અને પેટની નબળાઈ માટે ખૂબ જ અસરકારક છે. એનાથી સુસ્તી મટે છે. રતવામાં ત્રાયમાણથી સિદ્ધ કરેલું દૂધ આપવાથી ઝાડા થઈ ગરમી ઓછી થાય છે. પિત્તજન્ય અતિસારમાં પણ એ આપી શકાય છે. તે ભૂખ લગાડે છે. પિત્તનો સ્ત્રાવ કરી દસ્ત સાફ લાવે છે. પેટના વાયુને ઓછો કરવાનો તેમાં ગુણ રહેલો છે. પેટના ઝીણા દુઃખાવાને તે ઓછો કરે છે.

ત્રાયમાણ, કાળોવાળો, ધમાસો, કરિયાતું, કડા છાલ, પીપપાપડો અને ખતમી એ દરેક ચીજો પાંચ પાંચ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળો પિત્તજવરમાં મધ સાથે તેમ જ કમળા તથા જલંદરમાં ઘણો ઉપયોગી નીવડે છે. ત્રાયમાણનો કવાથ મંદાગ્નિ મટાડે છે. પેટની નબળાઈ માટે તે સારી દવા છે. એ પીડાશામક છે. હરસમાં પણ એનો ઉપયોગ થાય છે.

આ ઉપરાંત ત્રાયમાણ, ભોયરીંગણી, નગોડ, કરિયાતું, કલંભો, ગોયો દેવદાર અને કચૂરો એ દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળા ના ઉપયોગથી અજીર્ણ તથા અગ્નિ – મંદતા તથા કફના તાવ ઉપર આપવાથી તે રોગનો નાશ કરે છે. મધ અને પીપર સાથે એ લઈ શકાય.

ત્રાયમાણ, મરી, હરડે, દલ, સંચળ, સિંધવ, દાડમાર, ધાણા અને મીંઢીઆવળ એ દરેક ચીજો દસ દસ ગ્રામ લઈ એનું બારીક ચૂર્ણ બનાવી શકાય. તેમાં ૧૦૦ ગ્રામ દ્રાક્ષ મેળવીને તેની ગોળી બનાવી શકાય. આ ગોળીના ઉપયોગથી જીર્ણજવર, વિપજવર તથા મળ બંધ ઉપર આપવાથી તે સારો ફાયદો કરે છે.

ત્રાયમાણ, સાહજીરું, દાડમસાર, હરડેદળ દરેક પાંચ પાંચ ગ્રામ દ્રાક્ષ ૭૫૦ ગ્રામ, મીંઢીઆવળ ૨૫ ગ્રામ, સૂંઠ, સિંધવ, પીપર અને પીપરીમૂળ દરેક થોડા થોડા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય. આ લાડુડીના ઉપયોગથી બરોળ, પાંડુ, મંદ જઠરાગ્નિ વગેરે તમામ રોગોનો નાશ કરવા માટે વપરાય છે.

ત્રાયમાણ બે ચમચી, તાંદળજાનો રસ એક તોલો એ તમામ એકત્ર કરવું. આ ઔષધ પીવાથી સ્ત્રીનો રક્ત પ્રદર તથા પુરુષનો પ્રમેહ મટે છે. ત્રાયમાણ, કડાછાલ, સૂંઠ, ઇન્દ્રજવ, બીલીપાઠા મોથ, અતિવિષ, ઘાવડીનાં ફૂલ અને કડુ એ દરેક પા તોલો લઈ એનું ચૂર્ણ બનાવવું.

આ ચૂર્ણ ફાકવાથી અર્શ, ગડગૂમડાં, રક્તથી ઉત્પન્ન થયેલા દર્દો ઉપરાંત પિત્તથી ઉત્પન્ન થયેલો ગ્રહણી રોગ, અર્શ વગેરે મટે છે. ત્રાયમાણ અને હીમજ દરેક પાણો તોલો, સિંધવ મીઠું તોલો તથા ફટકડી એક તોલો લઈ તેનું અંજન બનાવવું. આ અંજન કરવાથી આંખમાંથી પાણી નીકળતાં હોય તે બંધ થાય છે. એનાથી તાપોડિયામાં પણ ઘણી રાહત થાય છે અને બળતરા પણ દૂર કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Scroll to Top