ધતુરો હિંદુ ધર્મમાં શિવજી ભગવાન ઉપર ચડાવવામાં આવતો ઘણો સામાન્ય એવો છોડ છે. ધતુરાના ફળ, ફૂલ અને પાંદડા બધું જ શિવજી ઉપર ચડાવવામાં આવે છે. ધર્મિક કારણોથી તો પૂજવા લાયક છે જ તેની સાથે સાથે તેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ધતુરાના વિવિધ ઉપયોગો વિશે.
હરસ અને ભગંદર ઉપર ધતુરાના પાંદડા શેકીને બાંધવા જોઈએ, સ્ત્રીઓના પ્રસુતિ રોગ અથવા ગઠીયા રોગ હોય તો ધતુરાના બીજનું તેલ ઘસવામાં આવે છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બાંધો તેનાથી બાળકની શરદી દુર થઈ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.
જો શરીરના કોઈપણ ભાગમાં સોજો આવી જાય તો બસ ધતુરાના પાંદડાને હળવું હુંફાળું કરીને સોજા વાળા ભાગ ઉપર બાંધી દો ચોક્કસ ફાયદો થશે. તેના ફળ, મૂળ, પાંદડા, ત્વક, કાંડ એટલે કે પંચાંગનો રસ કાઢીને. તલના તેલમાં પકાવી લો, જ્યારે માત્ર તેલ વધે ત્યારે તેનું માલીશ સાંધામાં કરો અને પાંદડાને બાંધી દો, તેનાથી ગઠીયાને કારણે થતા સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે.
ધતુરાના ફળનું ચૂર્ણ ૨.૫ ગ્રામના પ્રમાણમાં બનાવીને તેમના અડધી ચમચી ગાયનું ઘી અને મધ ભેળવીને રોજ ચાટવાથી સ્ત્રીઓને જલ્દી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. સરસીયાનું તેલ ૨૫૦ મી.લિ., ૬૦ મીલીગ્રામ ગંધક અને ૫૦૦ ગ્રામ ધતુરાના પાંદડાનો રસ આ બધાને એક સાથે ધીમા તાપ ઉપર પકાવો. જ્યારે તેલ વધે ત્યારે તે ભેગું કરીને કાનમાં એક કે બે ટીપા નાખો. તેનાથી કાનના દુ:ખાવામાં તરત લાભ થાય છે.
ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં ગણીને પીસી લો અને આ ચૂર્ણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળશે. ધતૂરાના બીજને પીસીને થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યાઓ ભરો, તેની મદદથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે.
ધતુરાના પાંદડાનો ધુમાડો દમ શાંત કરે છે. ધતુરાના મૂળ સુંઘે તો મીર્ગી રોગ શાંત થઈ જાય છે. ધતુરાના પાંદડાનો રસ કાનમાં નાખવાથી આંખનો દુ:ખાવો બંધ થઈ જાય છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે.
ધતુરા ના છોડ પર કાંટા વાળા ફળ બેસે ત્યારે લીલા લાવી તેની અંદર ના બીજ કાઢી નાખવા. એ પછી સમાય તેટલું હળદરનું ચૂર્ણ ભરી એક નાની માટલીમાં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી દેવું. ત્યારબાદ કપડાં પર મુલતાની માટી ચોપડીને તેનાથી મોં બંધ કરી દેવું . ગેસ પર ચાર-પાંચ કલાક સુધી આ માટલીને તાપ આપો એ પછી માટીનું મો ખોલીને કોલસા જેવો કાળો ભાગ બહાર નીકળે તેનું ચૂર્ણ માટલીમાં ભરી દેવું. આમાંથી એક એક ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવાથી શ્વાસ અને ઉધરસ મટે છે.
આ ધતુરાના રસથી હળવા હાથે માથામા માલીશ કરવાથી વાળ થી લગતી બધી જ મુશ્કેલીઓ ઝડપ થી દુર થાય છે. આ સાથે વાળની મજબુતાઈ વધે છે અને સાથોસાથ વાળ સ્વસ્થ તેમજ ચમકદાર બને છે. જો વાળ ખરવાની તકલીફ હોય તો પણ આ રસથી વાળ ખરતા બંધ થાય છે.
જો પગમાં સોજો આવી જતો હોય તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજો ઓછો થાય છે અને રાહત મળે છે. ધતુરો, કપૂર, મધ અને પારાને સરખા ભાગમાં ભેળવીને વધુ ઝીણું વાટીને તેના લેપને લિંગના આગળના ભાગ ઉપર લેપ કરવાથી સંભોગ શક્તિ તેજ બની જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.