ગુલાબના ફૂલને ગમે તે નામ આપીએ તો પણ એની સુવાસ તો એની એ જ રહેવાની. લસણ માટે પણ એવું જ છે. એની તીવ્ર વાસ કાયમ એમજ રહે છે. લસણ પૌષ્ટિક, વીર્યવર્ધક, સ્નિગ્ધ, કટુ, ગરમ, પાચક છે. તેનામાં ઔષધીય ગુણો અનેક હોવા છતાં તેની તીવ્ર વાસને કારણે માનવજાતને લસણના ઔષધીય ગુણોથી વંચિત રાખવામાં આવી છે.
ચીન, ઇજિપ્ત, ગ્રીસ, રોમ અને અન્ય દેશોની પ્રજાએ દુઃખનિવારક ઔષધ તરીકે લસણની ગણના કરી છે. લસણ બે પ્રકારનું જોવા મળે છે. ૧. ઘણી બધી કળીઓવાળું અને ૨. માત્ર એક કળીવાળું લસણ. ગુણની દૃષ્ટિએ બંનેના ગુણ સરખા ગણાવેલા છે. તો પણ એક કળીવાળા લસણમાં ઔષધીય ગુણો વધુ હોય છે. જેથી તેનો ઔષધમાં ઉપયોગ વિશેષ થાય છે.
લસણ ના ચરક, સુશ્રુત, વાડ્મટ જેવા વૈદ્યાચાર્યોએ એના ગુણોની પ્રશંસા કરી છે. વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક એવી પિરામિડો બાંધવા માટે મજૂરી કરનાર કારીગરો અને ગુલામોને ખોરાકમાં લસણ ખાવામાં આપવામાં આવતું જેથી ઈજિપ્તની ધગધગતી રેતાળ જમીનમાં ગુલામો સખ્ત મજૂરી કરી શકે, લસણ અદભૂત રસાયણરૂપ છે તેના સેવનથી લોહી વધે છે.
જુદા જુદા અનુપાન ભેટે લસણ અમૃત સમાન ગુણકારી છે જેમકે પિત્તના રોગોમાં સાકર સાથે, કફના રોગોમાં મધ સાથે અને વાતના પ્રકોપમાં ઘી સાથે સેવન કરવાથી તેનું શમન થાય છે. ધીમાં સાંતળીને લસણની ચારપાંચ કળી ચાવી જાવ કે ગળી જાવ અને ઉપર એકબે ચમચી ઘી પીવો તો દરેક જાતના વાયુના દરદો મટે છે.
આમવાત, સંધિવાત, સાંધાના દરદો, સ્નાયુની દુર્બળતા, સુસ્તી, શિથિલતા, વાયુ, ગેસની તકલીફો, અશક્તિ વગેરે દર્દો ની પીડામાંથી તમને મુક્તિ મળશે. હૃદયને બળ મળશે. વળી લસણની કળીનો રસ છાશમાં લેવાથી પેટના તમામ પ્રકારના કૃમિનો નાશ થાય છે. આથી રોગ વિષયમાં લસણના વૈજ્ઞાનિક પ્રયોગોએ સારી એવી સદ્ભાવના જગાવી છે.
લસણનો વિવેકપૂર્વક ઉપયોગ અમૃત સમાન ગણાવેલ છે. અષ્ટાંગ હૃદયમાં લસણ કોને ? ક્યારે ? કેવી રીતે લેવું? એ સ્પષ્ટતા કરવામાં આવી છે. ઠંડી ઋતુ અને વસંત ઋતુમાં લસણનો વિશેષ ઉપયોગ કરવો. ઉનાળાની ઋતુમાં મર્યાદિત અને શરીરને માફકસર ઉપયોગ કરવો. આયુર્વેદમાં લસણને ચક્ષુસ્ય ગણવામાં આવ્યું છે.
રતાંધળાના રોગમાં લસણ છૂટથી વાપરવું તથા આંખમાંથી પાણી પડવું, આંખે ઝાંખપ આવવી, આંખની આજુબાજુ કાળા કુંડાળા થવા અને આંખની નિસ્તેજતા જેવા રોગોમાં લસણ ખાવાની ખાસ ભલામણ કરવામાં આવી છે. લસણ પ્રાણવાયુ સાથે ભળીને શરીરના તમામ અંગઉપાંગોમાં પ્રસરી જાય છે. આ રીતે જોતાં લસણ એક અમૃત છે.
ગુજરાત સંશોધન મંડળ તરફથી ખોરાકનું વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરાયું હતું તેનો એક અભ્યાસપૂર્ણ ગ્રંથ બહાર પાડવામાં આવેલો, જેમાં લસણ અંગે સંશોધનાત્મક જે પૃથક્કરણ થયું તે મુજબ લસણમાં નીચે મુજબના આહાર ઘટકો જોવા મળ્યાં છે. લસણ કે ડુંગળીની તીવ્ર વાસથી આપણે દૂર ભાગીએ છીએ.
ખોરાકના આ ઘટકો ઉપરાંત લસણમાં જે ઊડી જનારું તેલ છે તેમાં એલીસીન નામનું જંતુનાશક દ્રવ્ય છે જેની જંતુનાશક્તા એટલી બધી તીવ્ર હોય છે કે એની વાસથી ગળામાં રહેલાં અને લોહીમાં રહેલાં જંતુઓ ગૂંગળાઈને મરી જાય છે અને જંતુજન્ય રોગોથી બચી જવાય છે.
આયુર્વેદ અનુસાર આહાર અને ઔષધમાં છ રસો રહેલાં છે, ખાટો, ખારો, તીખો, કડવો, તૂરો અને મધુર રસ આ છ રસો મુખ્ય ગણાયા છે તે પૈકી ખાટા રસને બાદ કરતાં લસણ એકલામાં પાંચ રસો રહેલાં એટલે એ કફ હરનાર, વાયુ કરનાર અને અનુપાન ભેદથી પિત્ત હરનાર છે. આમ ત્રણેય દોષને હરનાર લસણ પૃથ્વીનું અમૃત છે.
લસણ, મસા, કબજિયાત અને કાનના દુખાવાના ઉપચારમાં પણ મદદરૂપ થાય છે. જો તમે મસા અને કબજિયાતના ઉપચારમાં તેનો ઉપયોગ કરવા માંગો છો તો થોડું પાણી ઉકાળો તથા તેમાં સારી માત્રામાં લસણ નાખો.આ રીતે લસણનું સેવન કરવાથી શરીરની અંદર ઉત્પન્ન થયેલી જે પણ કેન્સરની કોશિકાઓ છે તે નાશ પામે છે. લસણનું સેવન કર્યા બાદ ફક્ત ચાર કલાકમાં જ મેટાબોલિઝમ ઉપર કામ શરૂ થઈ જતું હોય છે. અને પેટમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે.
આવા ગુણોને કારણે લસણ ભાંગેલાં સંધાને સાંધનાર, કંઠને સારો કરનાર, પિત્ત અને લોહીને વધારનાર, બળકર, બુદ્ધિવર્ધક, નેત્ર હિતકર, હૃદયરોગમાં લાભદાયી, જૂનો તાવ, પેટનો દુઃખાવો, કબજિયાત, ગોળો, અરુચિ, ઉધરસ, સોજા, અર્શ, કોઢ અને અગ્નિમાંદ્યને દૂર કરી કૃમિજન્ય દોષોને મટાડે છે. વળી શ્વાસ, કાસ અને ફેફસાં જનિત રોગોમાં લસણ એક ઉત્તમ ઔષધ છે.
છ કલાક બાદ તમે ખાધું લસણ પેટમાં પહોંચી ને લોહીમાં રહેલ સંક્રમણને દૂર કરવાનું કાર્ય શરૂ કરી દીધું હોય છે. લસણના સેવનના ૧૦ કલાક સુધી લસણના પોષ્ટિક લાભ મળવા લઈ છે અને તે સમય પહેલા જ ઘણી બીમારીઓનો નાશ કરી દે છે. શેકેલું લસણ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. ત્યારબાદ તે શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થ અને મળમૂત્ર દ્વારા બહાર ફેંકે છે. આ ઉપરાંત જે હાડકાને મજબૂત કરીને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.