વજનને લગતી તકલીફોમાં જવનું પાણી ખુબ જ ઉપયોગી રહે છે. તેમાં એવા તત્વો મળી આવે છે. જેવું સેવન કરવાથી મેટાબોલીજમ વધે છે. જવ મોટાપાને ઓછો કરવામાં ઉપયોગી થાય છે. જવ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર નો સ્ત્રોત હોય છે. આ ગુણને લીધે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે.
બે લીટર પાણીમાં બે મોટી ચમચી જવ નાખીને ઉકાળો. ઉકળતી વખતે ઢાંકણું સારી રીતે ઢાંકો જેથી જવના દાણા સારી રીતે પાકી જાય. જયારે આ મિશ્રણ પાણી સાથે ભળીને હળવા ગુલાબી રંગ નું પાતળું મિશ્રણ બની જાય તો સમજી લેવું કે આ પાણી પીવા માટે તૈયાર છે. તેને ગાળીને રોજ તેનું સેવન કરો. તેમાં લીંબુ, મધ અને મીઠું પણ નાખી શકો છે.
જવ જો ફોતરા વાળા હોય તો તેમાં વધુ ફાઈબર હોય છે અને પકાવવામાં વધુ સમય લાગે છે. ફોતરા વગરના જવ પકાવવામાં વધુ સરળ છે. જવ અને ચણા ના લોટની રોટલીના સેવન થી પણ પેટ અને કમર જ નહિ આખા શરીરનો મોટાપો ઓછો થઇ જશે. એક સાથે વધુ ખાવાથી દુર રહો અને વધુ ગળ્યું ખાવાથી પણ દુર રહો.
સૌથી પહેલા પાણી ને ગ્લાસમાં લઇ લો. અને તેમાં લીંબુ ના કટકા કરી ને નાખી દો. લીંબુના છોતરા ને બહાર કાઢવા નહી. આખો દિવસ માં એક લીટર પાણી પીવાનું છે. તે દિવસમાં ૩-૪ વખત પી શકો છો, રાત સુધીમાં આ પાણી પૂરું થઇ જવું જોઈએ. પાણી પૂરુ થઇ ગયા પછી લીંબુના છોતરા ને ફેંકી શકો છો એક મહિના સુધી આ પીણું પીવો તમને ખુબ સારો ફાયદો મળશે.
તમારા પેટની ચરબીને તે દુર કરશે અને તમારું વજન પણ ઘટી જશે. આ નુસખો જરૂર ઉપયોગમાં લો. પપૈયું નિયમિત રીતે ખાવ. તે દરેક સિઝનમાં મળી રહે છે. વધુ સમય સુધી પોપૈયાના સેવનથી કમરની વધારાની ચરબી ઓછી થઇ જાય છે. સવારે ઉઠતા જ ૨૫૦ ગ્રામ ટમેટાનો રસ ૨-૩ મહિના સુધી પીવાથી પેટ અંદર થઇ જાય છે.
આંબળા અને હળદર ને સરખા ભાગે વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને છાસ સાથે લો. કમર એકદમ પાતળી થઇ જશે. મોટાપો ઓછો નથી થઇ રહ્યો તો ખાવામાં કાપેલા લીલા મરચાનો ઉમેરો કરવાથી વધતા વજન ઉપર કાબુ મેળવી શકાય છે. એક અભ્યાસમાં જાણવા મળેલ કે વજન ઓછુ કરવા માટેની ઉત્તમ રીત મરચા ખાવાની છે.
મરચામાં મળી આવતા તત્વ કેપ્સાઇસીન થી ભૂખ ઓછી થાય છે. તેનાથી શક્તિનો વપરાશ પણ વધી જાય છે, જેના લીધે વજન કન્ટ્રોલ માં રહે છે. મોટાપો ઘટાડવા માટે ખાવા પીવામાં ફેરફાર જરૂરી છે. થોડી કુદરતી વસ્તુ એવી છે, જેના સેવનથી વજન નિયંત્રિત રહે છે. વધુ કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓથી પરેજી રાખો.
ખાંડ, બટેટા અને ચોખા માં વધુ કાર્બોહાઈડ્રેટ હોય છે. તે ચરબી વધારે છે. માત્ર ઘઉં ના લોટની રોટલી ને બદલે સોયાબીન અને ચણા ભેળવેલ લોટની રોટલી વધુ ફાયદાકારક છે. રોજ કોબી નું જ્યુસ પીવો. કોબીમાં ચરબી ઘટાડવાના ગુણ હોય છે. તેનાથી શરીરનું મેટાબોલીજમ યોગ્ય રહે છે. દહીનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી ઘટી જાય છે.
છાસ નું પણ સેવન દિવસમાં બે ત્રણ વખત કરો. પીપર નું ઝીણું ચૂર્ણ વાટીને તેને કપડાથી ચાળી લો. આ ચૂર્ણ ત્રણ ગ્રામ રોજ સવારના સમયે છાશ સાથે લેવાથી બહાર નીકળેલ પેટ અંદર થઇ જાય છે. એક ચમચી ફુદીના ના રસને મધમાં ભેળવીને લેતા રહેવાથી મોટાપો ઓછો થાય છે. શાકભાજી અને ફળ માં કેલેરી ઓછી હોય છે, તેથી તેનું સેવન વધુ પ્રમાણમાં કરો.
કેળા અને ચીકુ ન ખાવ. તેનાથી મોટાપો વધે છે. ફુદીના ની ચા બનાવીને પીવાથી મોટાપો ઓછો થાય છે. ટમેટા અને ડુંગળી નો સલાડ કાળા મરી અને મીઠું નાખીને ખાવ. તેનાથી શરીરને વિટામીન ‘સી’, વિટામીન ‘એ’, વીટામીન ‘કે’, આયર્ન, પોટેશિયમ, લાઈકોપીન અને લ્યુટીન મળશે. તે ભોજન પહેલા ખાવાથી પેટ જલ્દી ભરાઈ જશે અને વજન નિયંત્રિત થઇ જશે.
જયારે આપણે વધુ ખાવાનું ખાઈએ છીએ તો પેટ જરૂર કરતા વધુ કેલેરી લઇ લે છે તો તે આપણા પેટમાં ચરબી બનાવી દે છે જેના લીધે આપણે ને આગળ જતા મોટાપાનો સામનો કરવો પડે છે. જો તમે વહેલા માં વહેલા તમારા મોટાપાથી છુટકારો મેળવવા માગો છો તો જરૂર કરતા વધુ ભોજન ખાવાથી દુર રહો.