ગાજ૨ કંદની પેઠે જમીનમાં થાય છે. આ કંદનો રંગ રાતો હોય છે, ગાજર મંધુર, ગ્રાહી, તીખું, રક્તપિત્તકારક, ઉષ્ણ, અગ્નિદીપક અને નેત્રના વિકાર દૂર કરનારું છે. જે મહિલાને રજોદર્શનની તકલીફ હોય, માસિક અનિયમિત આવતું હોય તેણે ગાજરનો રસ અથવા ગાજરના બી પાણીમાં વાટી પાંચ દિવસ ખાવા જોઈએ.
આંતરડામાં મળવિકાર થયો હોય, ચાંદા પડ્યા હોય, હોજરી, સ્તન ગળામાં કેન્સર થયું હોય, ઇન્દ્રિયના ગુપ્ત ભાગે કૅન્સરની શરૂઆત હોય – તેવા ભયંકર રોગો પણ ગાજરના રસથી મટે છે. સ્ત્રીઓના માસિકમાં પડતી તકલીફ ગાજરના સેવનથી દૂર થાય છે. બાળકોને રૂષ્ટપુષ્ટ રાખવા ગાજરનો ઉપયોગ કરવો જોઈએ. દુનિયાભરમાં ગાજરનાં રસના ગુણગાન વધ્યાં છે. ગાજરનો રસ તમે પણ અપનાવો અને તંદુરસ્તી મેળવો.
ગાજરના રસમાં એવા તત્ત્વો છે, જેનાથી અસાધ્ય ગણાતું ‘કેન્સર પણ મટે છે. તે કેન્સરના દર્દીને નવું જીવન આપે છે. ન મટી શકે એવો રોગ ‘રક્તપિત્ત’ છે. જે રોગ થયા પછી સગાં-વહાલાં પણ દૂર રહે છે. આ રોગ પણ ગાજરના રસના સેવનથી મટે છે. ચામડીના રોગો પણ જીવ લઈને જાય એમ કહેવાય છે, પણ જો ગાજરનો રસ લેવામાં આવે તો ખસ, ખુજલી, દાદર, કરોળિયા, ખંજવાળ આ રોગો પણ ગાજરના રસથી જ મટે છે.
ગાજરમાં લોહીનું પ્રમાણ વિશેષ હોવાથી માનવશરીરમાં લોહતત્ત્વ પૂરું પાડનાર સર્વશ્રેષ્ઠ પદાર્થોમાં ગાજરની ગણના થાય છે. ખુજલી આવતી હોય અથવા અસાધ્ય મનાતા ચામડીના રોગો ગાજરનો રસ લેવાથી મટે છે. પાંડુરોગ થયો હોય તો નિયમિત ગાજરનો રસ લેવાથી આ દર્દ નાબૂદ થાય છે.
ગાજરમાં વિટામિન ‘એ’ વધુ છે. ખોરાકમાં “એ” વિટામિન ઘટી જતાં ક્ષય, સાઈનસનો ચેપ, કાનમાં ચાંદી, જીભ નીચે છાલાં પડે છે. આંતરડાંનો ક્ષય, મરડો વગરે લાગુ પડે છે. ગાજરનો રસ પીવાથી આ રોગ મટે છે, કારણ કે ગાજરમાં ‘એ’ ‘બી’ અને ‘સી’ વિટામિન્સ વધુ છે. ગાજર સહેલાઈથી પચે છે. ગાજરમાંથી ‘મુસિન’ નામનું તત્ત્વ મળે છે.
નાનાં બાળકોને ગાજરનો રસ નિયમિત અપાય તો ભૂલકાં તાજામાજાં રહે છે. શરીરનો વાન તેજસ્વી બને છે. ડૉક્ટરી મત પ્રમાણે ‘છ મહિનાના બાળકને ગાજરનો રસ આપવાની શરૂઆત કરવી જોઈએ અને રોજ બે-ચાર ચમચીથી શરૂઆત કરવી જોઈએ. ગાજર બીજા અનેક રોગમાં ઉપયોગી છે, ગાજ૨ પીસીને સુંધવાથી અસાધ્ય હેડકી પણ મટે છે.
ખરજવું હોય તો ગાજ૨ માં મીઠું નાંખી ગરમ કરી લગાડવું, ગાજરનાં પાનની બંને બાજુ ચોખ્ખું ઘી ચોપડી ગરમ કરી તેનો રસ કાઢવો. તેનું એક ટીપું કાન-નાકમાં નાંખવાથી અડધું માથું (આધાશીશી) દુખતું બંધ થાય છે. ગાજરને વાટીને ઘઉંના લોટમાં ભેળવીને જયાં ગુમડું-ફોડલું, બળતરાવાળું પાકતું ગૂમડું હોય તો ત્યાં લગાવવાથી એ રુઝાય છે.
ગાજરને ધોઈ ચાર ચીર કરવી. તેમાં મીઠું ભેળવી રાખી મૂકવું. બાદ છૂટેલું પાણી કાઢી નાંખી સૂર્યના તડકે ચીર સૂકવી દેવી. એ ચીરીઓ સૂકાયા પછી હળદર, મીઠું, રાઈ અને તેલ ભેળવી રાખી મૂકવાં અને બરણીમાં પેક કરવાં. આ અથાણું કબજિયાત મટાડે છે. વળી ખોરાક સાથે એ સ્વાદિષ્ટ લાગે છે.
ગાજર ખાવાથી જો પેટમાં પીડા થાય તો ગોળ ખાવાથી તુરંત મટે છે.’ ગાજરના અજીર્ણમાં ગોળ મહત્ત્વનું કામ કરે છે. ગાજરથી વાયુ વધે તો ગાજર બાફીને તેનું પાણી પીવું. ગાજરનો રસ પીવાથી પગ-હાથ પર થતાં સોજા પણ મટે છે. પેટમાં કરમિયા થયા હોય તો અથવા ઝાડા મારફતે કૃમિ પડતાં હોય, ગાજરના રસથી આ દર્દ શમે છે. ગાજર જંતુનાશ પણ છે. આંતરડામાં મળવિકાર થતાં ઝેરી જીવાણુઓ પેદા થાય, તે ગાજરના મધુર રસથી નાશ પામે છે.
દાંતમાં પાયોરિયા થયો હોય. પરુ હોવાથી દાંત ગંધ મારતા હોય તો ગાજરના રસથી જ પાયોરિયા મટે છે. અનાજ બંધ કરી ગાજરનો રસ સવારથી રાત સુધીમાં પાંચ ગ્લાસ પીવો. શાકભાજીના સૂપ, લીલાં કંદ વગેરે સાથે સતત એક મહિનો પરેજી પાળવાથી આ રોગ મટે છે. ગાજરમાં ‘ફૉસ્ફરસ’ હોવાથી આંખનો રોગ મટે છે. ગંધકનું તત્ત્વ હોવાથી લોહીશુદ્ધ થાય છે.
ગાજરનો રસ માથાના રોગ માટે ઉત્તમ છે. ક્ષયરોગ, દમ, અર્શ, પિત્ત વગેરેમાં ગાજરનો રસ ઔષધીની ગરજ સારે છે. નાનાં બાળકોને બાળપણથી જ ગાજરનો રસ પાવો. એનાથી બાળકનાં શરીરનું બંધારણ બંધાય છે અને બાળક રૂષ્ટપુષ્ટ બને છે. દિલ્લી તેમજ ઉત્તરપ્રદેશમાં વર્ષોથી ગાજરના રસના કેન્દ્રો શેરડીના રસની જેમ હોય છે. લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ કરે છે.
પંજાબમાં ગાય, ભેંસ અને ઘોડાને પણ ગાજર ખવડાવવાની જૂની પ્રથા છે. આ કારણે પશુધન બળવાન રહે છે. મોંઘા શાકભાજી કરતાં ગાજર સસ્તાં છે. ગાજરનાં ‘બી’ સ્ત્રીઓએ માત્ર માસિક લાવવા માટે વાપરવાં. ગર્ભ રહ્યા પછી ગાજરનાં બીનો ઉપયોગ કરવો નહિ. કારણ કે ‘બીજ’ અતિ ઉષ્ણ હોઈ ગર્ભપાત થઈ જવાની શક્યતા રહે છે.
ગાજરથી કફ, વાયુ, રક્તપિત્ત મટે છે. રક્તપિત્ત અસાધ્ય રોગ ગણાય છે. રોગી રોજ સવાર-સાંજ પાંચથી છ ગ્લાસ રસ પીએ અને કાચાં શાકભાજી કંદમૂળ આ રોગ તો રક્તપિત્તની અસરથી મુક્ત થાય છે. રક્તપિત્તમાં પ્રથમ આંગળા પર ખંજવાળ થાય છે. રોગીનું શરીર હેલ્ધી માનવી કરતાં જુદું જ માલૂમ પડે છે. ચામડી ચમક મારતી પણ સોજાવાળી માલુમ પડે છે. પણ ગાજરના રસથી આ રક્તપિત્ત પણ મટે છે.