વાઈનું દર્દ ભારે સંતાપ પેદા કરનારું છે. આ રોગના શરૂઆતના લક્ષણોમાં હુમલો થતાં પહેલાં માથામાં પીડા,ચક્કર આવવા, શરીરમાં એક પ્રકારની ધ્રુજારી આવવી, ક્રોધીપણું કે ચિડિયાપણું અથવા એક જ ધ્યાનમાં રહેવું કે વિચારશૂન્યતા, માનસિક આઘાત-પ્રત્યાઘાતો, ચિંતા, શોક, ભય સજાર્ય છે, ત્યારે પણ આ રોગનો હુમલો થઈ આવે છે.
કેટલાકને શ્વાસમાં અવરોધ લાગે, આંખોમાં પણ વિચિત્ર લક્ષણો જોવા મળે. જેવાં કે દેખાવું બંધ થવું કે જોવામાં અગ્નિની વરાળ જેવી દેખાવી, કાનમાં પણ વિચિત્ર લક્ષણો જોવાં મળે જેવાં કે કાનમાં વિચિત્ર ધ્વનિ સંભળાવો કે બહેરાશ આવવી, નાકની ફરિયાદમાં ખૂબ જ દુર્ગંધવાળી વાસ આવવી તેમજ સ્વાદમાં વિચિત્ર સ્વાદનો અનુભવ થાય છે વગેરે.
કેટલાકને હાથમાં જડતા, સ્તબ્ધતા કે ધ્રુજારી આવવી અને રોગનો જોરદાર હુમલો થવો. આવાં વિચિત્ર લક્ષણો આ રોગમાં જોવા મળે છે. શરીરમાંની બધી જ માંસપેશીઓ અકડાયેલી જોવા મળે છે. સાથે બેભાનપણું આવી જાય છે. મગજમાં વાત-પિત્ત-કફમાંથી ગમે તે દોષ કે બે-બે દોષો અથવા તો ત્રણેય દોષો અથવા તો ત્રણેય દોષો સાથે મળીને પ્રકોપ પામે છે ત્યારે આ રોગનો ઉદભવ થાય છે.
ખેંચ આવે એટલે ગભરાવું નહીં. આ સામાન્ય રીતે ખુબ જ ઓછા સમય માટે ચાલે છે. દર્દીને એક તરફ કરવટ લઇને સુવડાવી દો, દર્દીના હાથ-પગ જોરથી પકડશો નહીં, તેમ કરવાથી ફેકચર થવાની શકયતા રહે છે, દર્દીના મોઢામાં કોઈ ધારદાર કે કડક વસ્તુ, ચમચી મુકવી નહીં, તમારી આંગળી પણ નહીં.
સામાન્ય રીંતે ખેચ આવ્યા પછી દર્દી પહેલા બેભાન અવસ્થામાં અને પછી મુંઝવણની પરિસ્થિતિમાં હોય છે, તેથી તમારે ગભરાવવું નહીં. જો ખેચ પ મિનિટથી વધુ ચાલે તો તેને નજીકના કોઈ દવાખાના કે હોસ્પિટલમાં લઇ જવું. બને ત્યાં સુધી એમની જે રોજની દવા ચાલતી હોય તે બદલવાની ના પાડવી. વાઈ માટે પ્રચલિત ઉપચાર નીચે પ્રમાણે છે.
પીપરીમૂળ અડધો તોલો, ધોળાં મરી અડધો તોલો આ બે વસ્તુઓને ખાંડણીમાં અધકચરી ખાંડી તે ભૂકો એક શેર પાણીમાં નાખી તેને ઉકાળવું, ઉકળીને અડધોશેર પાણી રહે એટલે તેને ઉતારીને એક બાટલીમાં ભરી રાખવું. જેને વાઈનું દર્દ હોય તેને આ ઉકાળો દિવસમાં ત્રણ વખત સાકર સાથે પીવડાવવો. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી વાઇ શાંત પડી જશે.
નગોડનાં મૂળ અને ‘વંદો’ નામની વનસ્પતિ-બંનેને વાટીને તેનું ચૂર્ણ બનાવવું, આ ચૂર્ણ તપખીરની જેમ નસકોરાંમાં સૂંઘી ઊંચે ચડાવવાથી વાઈનો ઉપદ્રવ દૂર થાય છે. વળી, નગોડ તથા વંદાના પાંદડાંનું ખાંડીને બનાવેલું વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખવું. આ ચૂર્ણ દર્દીને વાઈ આવે ત્યારે અને વાઈ ન આવે તો પણ વાઈના રોગીને તે ચૂર્ણ દિવસમાં બે વખત દરેક વખતે પા તોલો જેટલું સુંઘવું-એકવખતે જમણા નસકોરામાં તો બીજી વખતે ડાબા નસકોરાંમાં, વારાફરતી એમ એક-એક નસકોરામાં સુંઘાડવું. આથી ફાયદો થવા માંડશે.
લસણ ૩કળી તલના તેલમાં શેકીને લેવી.દરરોજ એકેક કળી વધારી એકવીસ કળી સુધીનો પ્રયોગ કરવો. આ પ્રયોગમાં ૨૧ કળી સુધી વધ્યા પછી રોજ ૨૧ કળી વધારાના એકવીસ દિવસ સુધી નિયમિત સેવન કરવું ત્યારબાદ ક્રમાશ એક એક કળી ઘટાડવી. આ ચડતા ઉતરતા ક્રમથી ત્રણ વાર પ્રયોગ કરવા લાભદાયી રહે છે.
સર્પગંધા ૯૦ ગ્રામ, શતાવરી ૨૦ ગ્રામ, અશ્વગંધા ૨૦ ગ્રામ,. સુતશેખર ૩૦ ગ્રામ, જટામાંશી ૬૦ ગ્રામ, શંખપુષ્પીધન ૨૦ ગ્રામ,સારસ્વત ચૂર્ણ ૬૦ ગ્રામ, આ બધું મેળવી 50 ગ્રામની ગોળી વાળવી. જ્મ્યા પછી બબ્બે ગોળી પાણી સાથે આપવી. જ્યોતિષ્મતી તેલના ટીપાં નાકમાં નાખવા ૧ ટીપાંથી શરૂ કરી ૨૧ ટીપાં સુધી વધતા જવું, ૨૧ ટીપાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવા.રોગ સંપૂર્ણ કાબુમાં આવી ગયો જણાય તો એક એક ટીપું ઘટાડવું, ત્યાર પછી દરરોજ સાત ટીપાં એક થી બે વર્ષ સુધી ચાલુ રાખવા.