શરીરના અનેક ભાગમાં થતી બળતરા માણસ ને અસ્વસ્થ કરી દે છે. અને આ બળતરા વધવાથી તે અનેક બીમારી ઉત્પન કરે છે. માટે આ દૂર કરવી જરૂરી છે. જો તમને પણ આવી કોઈ બળતરા થતી હોય તો તેને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર.
ઘણી વખત લોકોને પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો થવા લાગે છે. આ ચેપને કારણે થઈ શકે છે. પેશાબ દરમિયાન બળતરા અથવા પીડા થવાની સમસ્યાને ડિસ્યુરિયા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઘરેલું ઉપાયની મદદથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. પેશાબ દરમિયાન થતી બળતરા મટાડવા દરરોજ સવારે એક કપ કાકડીના રસમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મેળવીને પીવો.
દિવસમાં બે વખત આ મિશ્રણ પીવાથી અને દિવસમાં બે થી ત્રણ કાકડી ખાવાથી આ સમસ્યા માટે તે ફાયદાકારક રહે છે. જો તમને પેશાબની બળતરા થાય છે, તો રોજ નાળિયેર પાણી પીવો. મહિલાઓ તેમના ખાનગી ભાગોને સાફ રાખવા, કેફીન અને વધારે મસાલેદાર ખોરાક ન લેવો, વિટામિન સીની માત્રા વધારે પ્રમાણમાં લેવી અને આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહેવું. લાંબા સમય સુધી પેશાબ રોકીને રાખવો નહીં.
પાણીના અભાવને લીધે, ડિસ્યુરિયાની સમસ્યા ઉત્પન જાય છે, તેથી દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી બેક્ટેરિયા અને ઝેરી પદાર્થો આપમેળે દૂર થાય છે. પાણીથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવાથી પણ ફાયદો મળે છે.
પેટમાં બળતરા થવાનું મુખ્ય કારણ એ છે કે ખોરાકના પાચન માટે બનતા રસની અનિયમિતતા. પરંતુ આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે, જે ખાવાથી પેટની બળતરા તો દૂર થાય છે જ પરંતુ પેટ સાથે જોડાયેલી બીજી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. જો પેટમાં બળતરાની સમસ્યા છે, તો પછી જમ્યા પછી તમે રોજ ગોળ ચૂસો.
ગોળ ખાવાની જરૂર નથી ફક્ત તેનો રસ ચૂસવો જોઈએ. અને આ પ્રક્રિયા જેટલી ધીમી કરો તો તે વધુ અસરકારક બનશે. આ પેટની પાચક શક્તિમાં વધારો કરે છે અને બળતરા ની સમસ્યાને સમાપ્ત કરે છે. આદુનો રસ પેટની ગરમી અને બળતરા મટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે. લીંબુ અને મધ મેળવી આદુનો રસ પીવાથી પેટની બળતરા શાંત થઈ જાય છે.
આદુના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે, તેથી તે પેટમાં હાજર હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે. અજમા ને એક પેનમાં સાંતળો અને એક પાવડર બનાવો. તેમાં સંચળ નાખો. તેને ખાધા પછી નવશેકું પાણી પીવાથી પેટની ગરમી અને એસિડિટી દૂર થાય છે. અજમા માં થાઇમોલ અને સંચળમાં એલ્કલોઇડ્સ હોય છે. આ બંનેથી એસિડિટી દૂર કરી શકાય છે.
છાતીમાં બળતરાની સમસ્યા હૃદયથી સંબંધિત નથી પરંતુ પેટ સાથે સંબંધિત છે. અસંતુલિત આહાર અથવા કોઈ રોગને લીધે, પેટમાં ગેસ અથવા એસિડિટી રહે છે, જેના કારણે છાતીમાં બળતરા ની સમસ્યા ઉત્પન થાય છે. પપૈયાના અનેક સ્વાસ્થ્ય લાભ જોવા મળે છે. તેમાં પેપિન નામનું એન્ઝાઇમ હોય છે જે પાચનને સુધારે છે. તેને ખાધા પછી દરરોજ ખાવાથી રાહત મળે છે.
દહી છાતીની બળતરા સુધારીને પાચનને સુધારવામાં પણ મદદ કરે છે. તેને સીધું ખાવ અથવા તો લસ્સી અને છાશ બનાવ્યા પછી તેને પીવો. દૂધ છાતીની બળતરાથી ત્વરિત રાહત મેળવવામાં મદદ કરે છે. એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવુ જોઈએ, આ છાતીમાં બળતરા દૂર કરવા માટે નો સરળ અને સારો ઉપાય માનવામાં આવે છે.
એસિડિટીના કિસ્સામાં, પેટમાં દુખાવો થવાની ફરિયાદ સાથે પેટ અને ગળામાં પણ બળતરા શરૂ થઈ જાય છે. એસિડિટીની સમસ્યા ખોરાકમાં રહેલા વધુ મરચાં-મસાલાઓનું સેવન, વધુ તળેલું ખોરાક ખાવા અને વધુ આલ્કોહોલ પીવાને કારણે થાય છે. હળદર આપણા રસોડામાં સૌથી વધુ સુલભ અને ફાયદાકારક મસાલો છે. તેમાં કર્ક્યુમિન નામનું તત્વ છે જે બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ છે.
હળદરના સેવનથી ગળાની બળતરામાં રાહત મળે છે. આ માટે એક ચમચી હળદર પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેનું સેવન કરો. પાણીને બદલે દહીં અથવા કેળા પણ લઈ શકાય છે. મધ એ એક સર્વાંગી ખોરાક છે. તેમાં ખરાબ બેક્ટેરિયાને મારી નાખવાની શક્તિ છે. તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ગળાની બળતરા દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ સારી રીતે મિક્સ કરો. જો તમે ખાલી પેટ પર તેનું સેવન કરો છો તો તે વધુ ફાયદાકારક સાબિત થાય છે.