પોષક તત્ત્વોની દૃષ્ટિએ ગલકાં અને તુરિયાંમાં ખાસ તફાવત નથી. તુરિયાં ભારતમાં સર્વત્ર થાય છે. પશ્ચિમના દેશોમાં શાક તરીકે તે જાણીતા નથી, પરંતુ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તેનું શાક વધારે લોકપ્રિય છે. તુરિયા ના વેલા બહુ લાંબા થાય છે અને તેને આછા પીળા રંગનાં ફૂલો આવે છે.
ગલકાના ફૂલ સવારે ખીલે છે, જ્યારે તૂરિયાંનાં ફૂલ સાંજે ખીલે છે. તૂરિયાંનાં ફળ લાંબાં થાય છે અને તેના ઉપર ધારો (ખાંચો) પડેલી હોય છે. તૂરિયાંનાં બી વરસાદની શરૂઆતમાં છ-છ ફૂટને અંતરે, ખામણાની હારોમાં, બે છોડ વચ્ચે અઢી ફૂટનું અંતર રાખીને વવાય છે. ઉનાળામાં બે છોડ વચ્ચે દોઢેક ફૂટનું અંતર રાખીને વવાય છે.
વાવ્યા પછી બેથી અઢી માસમાં પાક ઊતરવા માંડે છે. ચોમાસાની શરૂઆતમાં વાવે તો શ્રાવણ-ભાદરવામાં, મહા મહિનામાં વાવે તો વૈશાખ-જેઠમાં અને વૈશાખમાં વાવે તો જેઠ-અષાઢમાં પાક ઊતરે છે. તૂરિયાં મીઠાં અને કડવાં એમ બે જાતનાં થાય છે. કડવાં તૂરિયાં પણ મીઠાં તૂરિયાં જેવાં જ થાય છે અને વગડામાં આપમેળે ઊગી નીકળે છે. કોઈક વાર મીઠાં તૂરિયાંની વાડીમાં મીઠાં તૂરિયાં સાથે પણ તે ભળી જાય છે.
તુરીયા ઠંડા,મધુર, પિત્તનો નાશ કરનાર અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. શ્વાસ, તાવ, ઉધરસ અને મળ અવરોધ ને દૂર કરનાર છે. તુરીયા પચવામાં ભારે હોય છે. તેથી ચોમાસાની ઋતુમાં તુરીયા નુ શાક બીમાર માણસો માટે હિતકારી નથી. તુરીયા માથાના રોગ તેમજ આંખના રોગ માટે ફાયદાકારક છે. સાજા માણસે પણ સારા પ્રમાણમાં લસણ અને તેલ નાખેલું તુરીયાનું શાક ખાવું હિતાવહ છે.
જંગલી જાતના તુરિયાનાં પાંદડાં તથા ડાળીઓ સોજા ઉતારવા માટે તથા જલંદર, પ્લીહોદર, રક્તપિત્ત, અર્શ તથા બલગમના વિકારોમાં પણ ઉત્તમ સહાય કરે છે. એ શ્વાસ, તાવ, કફ, પિત્ત, કૃમિ, ગુલ્મ, ત્રિદોષ તથા મળબંધ ના રોગો માટે વપરાય છે. તેના વેલાનાં મૂળ ગાયના ‘માખણ અથવા એરંડાના તેલમાં ઘસી બે ત્રણ વાર ચોપડવાથી ચાંદી સારી થાય છે. તેમજ તે મૂળ ઠંડા પાણીમાં ધસી અથવા તેનો પાલો બારીક વાટી, ગાંઠ પર ચોપડવામાં આવે છે. જંગલી જાતનાં ફળથી પેશાબની વ્યાધિ તથા લોહીનો પેશાબ મટે છે.
કડવાં તુરિયાના બીજને મીઠા તુરિયા નાં તેલ મા ઘસીને આંખમાં કાજળની જેમ લગાવવાથી આંખમાં મોતિયો આવ્યો હોય તો ધીરે ધીરે સારું થઈ જાય છે. તુરીયા ના પાનને પીસીને તેનો રસ કાઢીને તેના એક બે ટીપા આંખમાં નાખવાથી આંખના રોગમાં રાહત મળે છે. કમળો થયો હોય તો તુરિયાનો રસ જો રોગીના નાકમાં બે થી ત્રણ ટીપા નાખવામાં આવે તો નાકમાંથી પીળા રંગનો દ્રવ બહાર નીકળે છે. આદિવાસી લોકો માને છે કે આનાથી ખૂબ જલ્દીથી કમળાનો રોગ ખતમ થઈ જાય છે.
500 ગ્રામ તુરિયાને ઝીણા સમારીને 2 લીટર પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો. પછી તેને ઘીમાં શેકીને ગોળ સાથે ખાવાથી બવાસીર માં થતો દુખાવો ને મસ્સા મટી જાય છે. તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને દાદર- દરાજ અને ખુજલી પર લગાવવાથી રાહત મળે છે.
તુરિયામાં ઈંસુલિનની જેમ પેપ્ટાઈડ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે એક સારા ઉપાયના રૂપમાં જોવામાં આવે છે. તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને ત્વચા પર લગાવ્યા પછી દાદ-ખાજ અને ખુજલી જેવા રોગોમાં આરામ મળે છે. આમ તો આ કોઢના રોગમાં પણ લાભકારી હોય છે. તુરિયાની વેલને દૂધ કે પાણીમાં ઘસીને 5 દિવસ સુધી સવાર સાંજ પીવાથી પથરીમાં આરામ મળે છે.
જો વાળને લગતી સમસ્યામાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો તુરીયા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે તેને ટુકડા કરી નાખો અને હવે તેને નાળિયેર તેલમાં નાંખો અને તેને 2 થી 3 દિવસ રાખો. જ્યારે તે તુરીયા તેલમાં સારી રીતે ડૂબી જાય, ત્યારે તેને ઉકાળો અને તેલ અડધું થઈ જાય પછી તેને ગાળી લો, હવે આ તેલને રોજ વાળ પર માલિશ કરો. આનાથી 1 અઠવાડિયામાં તમારા વાળ કાળા થઈ જશે.