સંચળ(કાળું મીઠું)નું ભારતીય ભોજનમાં બહુ મહત્વનું સ્થાન છે. ચાટ, ચટણી, રાયતું સહિત અનેક ભારતીય વ્યંજનોમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. ભારતીય ચાટ મસાલો પોતાની ખુશ્બુ અને સ્વાદ માટે સંચળ પર નિર્ભર કરે છે. સંચળ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે અને મોટાભાગના લોકો ખાવામાં સંચળ નો ઉપયોગ કરે છે.
હાલમાં આયુર્વેદ એ પણ ગુણકારી માન્યું છે. અને રોજ થોડું સંચળ ખાવાથી ઘણા રોગો સારા થાય છે. સંચળમાં મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ હોય છે. આ સિવાય તેમાં થોડી માત્રામાં સોડિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરે પણ ભેળવવામાં આવે છે.
સંચળ સોડિયમ ક્લોરાઇડ ને કારણે ખારો સ્વાદ આપે છે, તમામ સલ્ફર ક્ષાર તેના અલગ સ્વાદ અને ગંધ માટે જવાબદાર છે. ઘણીવાર સંચળને શાકભાજીમાં નાખીને પણ ખાઈ શકાય છે. ઘણા લોકો તેને દહીંમાં મેળવીને પણ ખાવાનું પસંદ કરે છે. આના સિવાય લીંબુ પાણી બનાવતી વખતે તેમાં સંચળ નો ઉપયોગ કરી શકો છો.
જે લોકો પોતાનું વજન ઓછું કરવામાં લાગી રહ્યા છે, તે લોકોએ સંચળ નો ઉપયોગ કરવો જોઈએ. સંચળ માં સોડિયમની માત્રા ઓછી હોય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સંચળ ખાવાથી પેટ સ્વસ્થ રહે છે અને ગેસની સમસ્યાથી રાહત મળે છે. જે લોકોમાં ગેસની સમસ્યા વધુ હોય છે, તેઓએ આહારમાં રોજ થોડું સંચળ ઉમેરીને ખાવું જોઈએ. એ જ રીતે, સંચળને એસિડિટી અને કબજિયાત માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
સંચળ તણાવ દૂર કરે છે અને મન શાંત પડે છે. જો તણાવ માં છો, તો સૂતા પહેલા દરરોજ રાત્રે થોડો સંચળ ચાટવો. તેનાથી આરામ મળશે. ખરેખર સંચળ આપણા શરીરમાં સેરેટોનીન હોર્મોન વધારવાનું કામ કરે છે. અનિદ્રાના કિસ્સામાં પણ સંચળ ખાવાથી ફાયદો થાય છે, સંચળ ખાવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.
સંચળમાં મિનરલ્સનું પ્રમાણ રહેલું છે. તે શરીરના હાઇડ્રોજન ના પ્રમાણ ને સરખું રાખે છે, કોશિકાઓ મિનરલ્સનું અવશોષણ કરે છે, જેનાથી રક્તકણનું પ્રમાણ વધે છે. સંચળનું સેવન કરવાથી મિનરલ્સનું પ્રમાણ પણ વધે છે, જેનાથી શરીરનો ઝેરીલો પદાર્થ શરીરમાંથી બહાર નીકળી જાય છે. સંચળમાં રહેલા તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે.
સંચળ માં રહેલા તત્વો વાળનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે રોજ સંચળ મિક્સ કરેલું પાણી પીવાથી વાળ ખરશે નહીં અને ખોડો દૂર થશે. સંચળ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે રોજ તેનું પાણી પીવાથી હૃદય ની બીમારી નું સંકટ ટળશે. સંચળ ઈન્સુલિન નું સ્તર નિયંત્રિત કરે છે તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત થાય છે અને ડાયાબિટીસ નું સંકટ ટળે છે.
દાંતને સફેદ કરવા માટે સંચળનો ઉપયોગ કરવામાં આવે છે અને સંચળના પાણીથી કોગળા કરવાથી મોં પણ સ્વસ્થ રહે છે અને ગળાની ખરાશ પણ દુર થઇ જાય છે. એટલા માટે સંચળ અથવા મીઠાથી દાંત પર મસાજ કરીને પછી હુફાળા પાણીથી કોગળા કરવા જોઈએ. જેનાથી દાંતમાં ઘણો ફાયદો જોવા મળે છે અને દાંત સફેદ થાય છે.
શરીરના કોઈપણ ભાગના સોજાને ઓછો કરવા માટે સંચળ નો પ્રયોગ કરવો જોઈએ. ઘાવ અને સાંધાના દુખાવા અથવા સોજા થાય ત્યારે સંચળનો શેક કરવો જોઈએ. તમે સંચળને કોઈ મોટા વાસણમાં નાખીને તેને સારી રીતે ગરમ કરો. અને કોટનના કપડામાં બાંધી લો. આ કપડાને સૂતી વખતે સોજા અથવા તો દુખાવા પર શેક કરો. સોજા અથવા તો દુખાવો ઓછો થઈ જાય છે અને તમને આરામ મળશે.
સંચળ માં રહેલા તત્વો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ નિયંત્રિત કરે છે તેનાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે. સંચળનું પાણી પીવાથી ગળાની ખરાશ અને ગળા ના દર્દ ની તકલીફ દૂર થાય છે. સંચળ માં ભરપૂર આયર્ન હોય છે તેથી તેનું પાણી પીવાથી એનિમિયા લોહીની ઉણપ ની તકલીફ દૂર થશે.
સંચળ નું પાણી પીવાથી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નો નાશ થાય છે રોજ તેનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની તકલીફ નું સંકટ ટળે છે. સંચળનું પાણી પીવાથી પેટ ફૂલવું અને ખાવાનું ખાધા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.