કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે તો કાનનો ચેપ, કાનમાંથી પરૂં નીકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં મેલ ભરાવો, કાનમાં જંતુ જવું, કાનમાં કર્ણનાદ થવો વગેરે જેવી કાનની તમામ સમસ્યાઓ માટે આજે અમે તમને કેટલાક ખાસ દેશી ઉપચાર બતાવીશું.
કાનની કોઈ ખરાબી ને લીધે નહીં પણ કુદરતી રીતે શ્રવણશક્તિ ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દૂધમાં 1 નાની ચમચી વાટેલું જીરું નાખી પીવાથી લાભ થાય છે. સમભાગે હિંગ, સુંઠ અને રાઈ ને પાણીમાં ઉકાળી, સહેજ ગરમ ઉકાળાના ચાર-પાંચ ટીપાં કાનમાં નાખવાથી કાન ખૂલી જઈ બહેરાશ મટે છે.
કાનમાં અવારનવાર તેલ નાખતા રહેવું. એનાથી, વિજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે. આકડાનાં પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે. સરસવના તેલમાં દસમા ભાગે રતનજ્યોત નાખી, ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી, ઠંડું પડે પછી કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.
સૂંઠ અને ગોળ મેળવી, પાણીમાં સારી રીતે વાટી, કાનમાં ટીપાં પાડવાથી બહેરાશમાં લાભ થાય છે. આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે. વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. કાન દુખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી, કાનમાં નાખવાથી દુખાવો અને સણકા મટે છે. નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનમાં શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે. તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા ઉપર લેપ કરવાથી સોજો મટે છે. હિંગને તલના તેલમાં પકાવી, એ તેલનાં ટીપાં કાનમાં મૂકવાથી તીવ્ર કાનનો દુખાવો મટે છે.
કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય મધ અને તલનું તેલ સરખા ભાગે અને એના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સિંધવ નો બારીક પાઉડર મિશ્ર કરી, કાનમાં દરરોજ દિવસમાં ચાર પાંચ વખત ટીપાં નાખવાથી કાનની તકલીફ દૂર થાય છે. સરગવાનાં સૂકવેલાં ફૂલનો પાઉડર કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. લસણની કળી છૂંદી, સરસવના તેલમાં કકડાવી, એ તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનનો અવરોધ દૂર થાય છે અને અવાજ સાંભળવા માં સરળતા થાય છે.
સફેદ કાંદાના રસનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે. ધોળી ડુંગળીનો તાજો રસ સહેજ હૂંફાળો ગરમ કરી, કાનમાં બહુ થોડા પ્રમાણમાં મૂકવાથી સાધારણ બહેરાશ હોય તો તે મટે છે. કાનની બહેરાશ દૂર કરવા પેશાબનાં પાંચ-સાત ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે. સવારે ચાર પાંચ બદામ અને રાત્રે અજમો તથા ખારેક ખાવાથી કાનની બહેરાશમાં ફાયદો થાય છે.
જો કાનમાં દુખાવો હોય તો અગિયાર ગ્રામ સફેદ ફટકડી અને હળદર પીસી લેવી અને તેને ગાળીને ચપટી કાનમાં નાંખવું. તેને કાનના દુખાવા માટે રામબાણ ઈલાજ ગણાય છે. તલના તેલમાં લસણની કળી નાખી, કકડાવીને સહેજ ગરમ તેલના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તોપ ણ ફાયદો થાય છે.
લીંબુના 200 ગ્રામ રસમાં 50 ગ્રામ સરસિયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી તેમાંથી બબ્બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરુ, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશ માં પણ ફાયદો થાય છે. વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
કાન બંધ થઈ જાય ત્યારે લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે. કાનમાં જંતુ ગયું હોય તો મધ, દિવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે. કાનમાં બગાઈ, કાનખજૂરો જેવાં જીવજંતુ ગયાં હોય તો તે મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપાં નાખવાથી ફાયદો થાય છે. કાનનું શૂળ અને રસી પણ મટે છે. ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે.
કાન ખૂબ દુખતો હોય તો થોરનાં પાનનો રસ જરાક ગરમ કરીને તેનાં ટીપાં કાનમાં નાખો. તુલસીના પાન અને સરસવનું તેલ ધીમા તાપે ગરમ કરો. તુલસીનાં પાન બળી જાય એટલે તેલ ઉતારી ગાળી કાઢો. આ તેલનાં બે-ચાર ટીપાં દરરોજ સવાર-સાંજ કાનમાં નાખવાથી બધી જ જાતના કાનના રોગો મટી જાય છે.