માત્ર 2 દિવસમાં ફેફસાને સાફ કરી કફ અને ગળાના દુખાવાથી કાયમી છુટકારો મેળવવાનો બેસ્ટ દેશી ઈલાજ, નહીં પડે મોંઘી દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રસાયણો અને ધુમાડાના પરિણામે પ્રદુષણ વધી ગયું છે, જેના લીધે શ્વસન અને ફેફસાની જાતજાતની બીમારીઓ થાય છે. માટે જો નિયમિત ફેફસાને સફાઈ અને મજબુત કરવામાં આવે તો બીમારીઓથી બચી શકાય છે. ફેફસા બરાબર કાર્ય ન કરવાના કારણે આપણા શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ પણ ઘટી જાય છે. જો વ્યક્તિ ને ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

લસણમાં એલીસીન નામનું તત્વ હોય છે, જે એક શક્તિશાળી એન્ટી બાયોટીકના રૂપમાં કાર્ય કરે છે. અને ફેફસામાં છુપાયેલા વાયરસના ઇન્ફેકશન સાથે લડવામાં મદદરૂપ થાય છે. લસણ સોજો ઓછો કરવામાં, અસ્થમામાં સુધારો કરવામાં અને ફેફસાના કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.

જેઠીમધના એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણ ફેફસાની ઈન્ફેકશનને દુર કરવામાં ખુબ જ લાભકારી છે. ગળાની ખરાબી, શ્વાસ લેવામાં તકલીફ વગેરેમાં જેઠીમધ સુચવાથી શ્વસન તંત્ર સાફ થઈ જાય છે. જેનાથી ફેફસા સરળતાથી કામ કરવા લાગે છે.

ગ્રીન-ટી ફેફસા ની સફાઇ માટે પણ ઘણી ફાયદાકારક છે. ગ્રીન ટી માં એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.  અને ફેફસા ઇમફલામેશનને ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટી માં રહેલ અનેક પ્રકાર ની વસ્તુઓ  ફેફસા ને ધુમાડા થી થતાં નુકશાન થી બચાવે છે.

હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેના કારણે તે ફેફસાની સફાઈ કરવામાં મદદ કરે છે. આદુમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન અને ઝીંક સહીત ઘણા બધા વિટામીન અને ખનીજ તત્વો હોય છે. આદુમાં ઘણા તત્વો ફેફસાની કેન્સરના કોષોને મારવામાં  ઉપયોગી છે.

દાડમના એન્ટીઓક્સીડેંટ ફેફસામાં ફેલાયેલા ઝેરીલા પદાર્થોને આસાનીથી સાફ કરે છે. દિવસમાં 1 કટોરી દાડમ ખાવા ફેફસાં માટે ખુબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ પણ દુર થઈ જાય છે. ફેફસામાં રહેલા કચરાને દુર કરવામાં દાડમ ખુબ જ ઉપયોગી છે. ફેફસા માટે વિટામિન સી ધરાવતા ફળો ખાવા ફાયદાકારક છે. ફળો માં નારંગી,લીંબુ,ટામેટાં,કીવી, સ્ટ્રોબેરી,દ્રાક્ષ વગેરેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણ માં હોય છે. તેને ખાવાથી ફેફસા ને ફાયદો  છે.

ફુદીનો શ્વસન માટે અને શ્વસન સમસ્યાઓ માટે ઉપયોગી છે, જે સાથે તે સારા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. ફેફસામાં ફેલાયેલા બેક્ટેરિયાના સંક્રમણના નાશ માટે ફુદીનો ઉપયોગી છે. અજમાનું  સેવન ફેફસાને સ્વસ્થ રાખવામાં ખુબ જ કારગર છે. તેમાંથી અજમાનું ચૂર્ણ એક છે. જેમાં વિટામીન અને પોષકતત્વો કફ અને કચરાને ઓછા કરે છે, જેનાથી ફેફસાની અંદર ઓક્સીજન પ્રવાહ સરળતાથી જાય છે.

ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ લેવો. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીરમાં રહેલા બલગમ ને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે.

ઠંડી ઋતું માં જેમ જેમ હવાનું દબાણ ઓછું થાય છે. તેમ તેમ પ્રદૂષણ પણ વધવા લાગે છે.ધુમાડો અને ધુમ્મસ જમીન પર સ્થિર થઈ જે છે જમાંથી સ્મોગ બને છે. સાથે પ્રદૂષણનું સ્તર પણ વધવા  લાગે છે. એટલા માટે નાસ લેવો ફેફસા માટે જરૂરી છે . મધમાં એન્ટીમાઇક્રોબિયલ, એન્ટી-ઇનફલામેન્ટ્રી જેવા ગુણો હોય છે, જે ફેફસા ને સાફ કરવામાં મદદ કરે છે. મધ નો ઉપયોગ પ્રાચીન કાળથી ફેફસાને સાફ કરવા માટે થાય છે. માત્ર એક ચમચી મધ ફેફસા માટે ઘણું ફાયદાકારક છે.

ફેફસામાંથી ટોક્સીન જેવા નિકોટીનને બહાર કાઢવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. વધારે માત્રામાં પાણી પીવાથી શરીરમાંથી ટોક્સીન બહાર નીકળી જાય છે. શરીરના શુદ્ધીકરણ માટે પાણી જરૂરી છે. જ્યારે પાણી એક પ્રકારે બધા જ રોગનું ઔષધ છે. વધારે પ્રમાણમાં પાણી પીનારા લોકોને રોગ ખુબ જ ઓછા થાય છે. જેમ ફેફસાના કચરાને બહાર કાઢવા માટે પણ પાણી અતિઆવશ્યક છે.

ઓમેગા ૩ ફેટી એસિડ્સ ફેફસા ને સાફ કરવા માટે ખુબજ અસરકારક નીવડે છે. ઓમેગા ૩ ફેટી એસિડ માછલી,ડ્રાઈ ફ્રૂટ અને અળસીમાંથી મળે છે. ફોલેટયુક્ત ખોરાક ખાવાથી  ફેફસા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top