તમે જે તારીખે જન્મ લો છો, તે તારીખનો તમારા જીવન સાથે એક ગાંઢ સંબંધ હોય છે. આ માત્ર જ્યોતિષ વિજ્ઞાનનું જ માનવું નથી પરંતુ મહાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ વિવિધ શોધોમાં પણ આ વાત સામે આવી છે કે, જન્મ તારીખનું ખૂબ જ મહત્વ હોય છે. તમારું કોઇ વિશેષ તારીખ પર જન્મ લેવું તમારા વ્યવહાર અને તમારા આવનાર ભવિષ્યની ઝલક આપે છે. આ સાથે જ, તે એવું પણ જણાવે છે કે, તમારો તમારા જીવનસાથી પ્રત્યે કેટલો સ્નેહ છે.
અંકશાસ્ત્ર મુજબ તમે જે તારીખે જન્મ લો છો, તે એ વાતને પ્રભાવિત કરે છે કે, તમે તમારા જીવનસાથી સાથે કેવો વ્યવહાર રાખો છો. તમારા સ્વભાવ સાથે જોડાયેલાં તથ્યોને નજીકથી જાણવા માટે જરૂર છે તો માત્ર જન્મ તારીખની. અંકશાસ્ત્રમાં જન્મ તારીખને મૂળાંક કહેવામાં આવે છે. તેની સાથે કોઇ વિશેષ વ્યક્તિના રોમેન્ટિક સ્વભાવને સમજવા માટે નંબર ને 1 થી 9માં વહેંચવામાં આવ્યા છે. એટલે કે, આપણી આસપાસ કુલ 9 પ્રકારના લોકો રહે છે જે પોત-પોતાની રીતે પ્રેમને વ્યક્ત કરે છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું તમારા જન્માંકોથી તમારી રોમેન્ટિક લાઇફ વિશે…
અંક : 1
અંકશાસ્ત્રમાં સૌથી પહેલાં અંક 1 છે, આ અંકને સૂર્ય ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. મૂળાંક 1 ધરાવનાર વ્યક્તિ સૂર્યની જેમ ચમકદાર અને આત્મવિશ્વાસથી ભરેલાં હોય છે. જો તમારો જન્મ 1, 10 (1+0), 19 (1+9=10, 1+0=1) અથવા 28 (2+8=10, 1+0=1) તારીખે થયો છે, તો તમારો મૂળાંક 1 છે. પ્રેમ વિષયમાં અંક 1 ધરાવનાર વ્યક્તિ સૂર્ય ગ્રહની જેમ વ્યવહાર કરે છે. જે રીતે સૂર્ય બધા જ ગ્રહોનું નેતૃત્વ કરે છે, ઠીક તે જ રીતે તમે પણ તમારા પાર્ટનરને નિયંત્રણમાં રાખવાનું પસંદ કરો છો.
સામાન્ય રીતે તમે તમારા કોઇ બાળપણના સાથી અથવા સંબંધી સાથે લગ્ન કરવાનું પસંદ કરશો, કારણ કે, તે તમને સરખી રીતે સમજી શકે છે. પ્રેમના વિષયમાં તમે ભાવુક થવાની જગ્યાએ મગજથી વિચારો છો. જ્યારે પ્રેમને વ્યક્ત કરવાનો હોય, તો તમે તમારા પાર્ટનર પર હાવિ થવાનું પસંદ કરો છો. હાં, તમને સિંગલ રહેવું પસંદ છે પરંતુ એક પરફેક્ટ પાર્ટનર પણ તમારી માંગ હોય છે.
અંક : 2
તારીખ 2, 11, 20 અને 29ના જન્મેલાં લોકોનો મૂળાંક 2 અને ગ્રહ ચંદ્ર હોય છે. જો તમારો મૂળાંક 2 છે તો સીધી વાત છે કે, તમે ઘણા ભાવુક અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવો છે. ઘણીવાર તમે મૂડી પણ થઇ જાવ છો. તમારી માટે તમારા પાર્ટનર પ્રત્યે શારીરિક સંબંધથી વધારે જરૂરી છે હ્રદયથી જોડાયેલું રહેવું. તેમની દરેક ઇચ્છાનું ધ્યાન રાખવું તે તમારી જવાબદારી સમજો છો.
આ માટે તમે તમારા પાર્ટનરથી પણ આવી જ કંઇક ઇચ્છા ધરાવો છો. જો તમને પોતાનામાં જ ખોવાયેલાં રહેનાર લોકો અને ગેર જવાબદાર પાર્ટનર મળે તો તમે દુઃખી રહો છો. છતાં પણ તમારો પ્રેમ તમારા પાર્ટનર માટે ક્યારેય ઓછો થતો નથી. કારણ કે, તમે હ્રદયથી પ્રેમ કરો છો અને પ્રેમની વાતોમાં ક્યારેય તમે તમારા મગજને સાંભળવાનું પસંદ કરતાં નથી.
અંક : 3
3, 12, 21 અને 30 તારીખે જન્મ લેનાર વ્યક્તિ બૃહસ્પતિ ગ્રહના આધીન હોય છે. આ ગ્રહ વિશાળ અને તાકાતવર હોય છે અને કંઇક આવો જ વ્યવહાર પ્રેમના વિષયમાં પણ જોવા મળે છે. મૂળાંક 3 વાળા લોકોને એક પરફેક્ટ પાર્ટનરની શોધ હોય છે કારણ કે, તે પોતાને પણ સર્વશ્રેષ્ઠ માને છે. જો તમારો મૂળાંક 3 હોય તો તમે રોમેન્ટિક નથી અને પ્રેમના વિષયમાં પણ તમે હ્રદયની નહીં પરંતુ મગજથી વિચારવાનું વધારે પસંદ કરો છો. તમારી મુજબ દરેક નિર્ણય સાચા હોવા જોઇએ, જે માત્ર મગજ જ લઇ શકે છે.
આ લોકો માટે ક્યારેક-ક્યારેક પ્રેમથી વધીને તેમનું કરિયર મહત્વનું થઇ જાય છે. હ્રદયની વાતો સિવાય શારિરીક સંબંધ બનાવા માટે પણ તમે તમારા પાર્ટનર પર હાવિ થવાનું પસંદ કરો છો. આવા લોકોને જો તેમની વાતો મનાવનાર પાર્ટનર મળી જાય તો સંબંધ સારો ચાલે છે. આ મૂળાંક ધરાવનાર લોકો હમેશાં પોતાના પાર્ટનરની નજરમાં હમેશાં ખાસ રહેવાનું પસંદ કરો છે, જે ઘણી રીતે એક સારા અને અતૂટ સંબંધ માટે જરૂરી પણ છે.
અંક : 4
અંક 4 ધરાવનાર લોકોનું કનેક્શન રાહુ ગ્રહની સાથે છે. જો તમારો જન્મ 4, 13, 22 અને 31 તારીખે થયો છે તો તમે આ શ્રેણીમાં આવો છો. મૂળાંક 4 ધરાવનાર વ્યક્તિ કોઇ ખાસ રોમેન્ટિક હોતા નથી પરંતુ તેમના પાર્ટનરની સામે નમવું, તેમની દરેક પ્રકારની વાતોને સાંભળવી અને તેમની માટે એક વિશ્વાસુ પાર્ટનર બનવા માટે તમે હમેશાં તૈયાર રહો છો. ખાલી ફોકટનું ફ્લર્ટ કરવું તમને પસંદ નથી.
પરંતુ આ ઇચ્છાઓ સિવાય પણ મૂળાંક 4 ધરાવનાર લોકો પોતાના ગુસ્સાના કારણથી સંબંધોમાં દરાર આવી જાય છે. આ દરાર એટલી વધી જાય છે કે, તલાક પણ થઇ શકે છે. જો આ લોકોને કોઇ પ્રેમના સંબંધમાં બાંધીને રાખી શકે છે તો તે મૂળાંક 2, 6 અને 8 ધરાવનાર લોકો છે.
અંક : 5
જો કોઇ વ્યક્તિનો જન્મ 5, 14 અથવા 23 તારીખે થયો છે તો તેમનો મૂળાંક 5 તથા ગ્રહ બુધ છે. બુધ ગ્રહનું નિયંત્રણ વ્યક્તિના વિચારો પર હોય છે. સંબંધોમાં સમય-સમય પર નિપુણતા શોધવી તેમની આદત હોય છે. આ માટે લગ્ન પહેલાં તેમના ઘણા અફેયર પણ રહેલાં હોય છે. આ લોકોને દરેક વસ્તુમાં બદલાવ ખૂબ જ પસંદ હોય છે આ માટે પ્રેમના સંબંધ બનાવતી સમયે પણ વિવિધ પ્રકારની રીતો અપનાવવી તેમને પસંદ હોય છે.
શારીરિક સંબંધ તેમની માટે એક વૈવાહિક સંબંધનું મૂળ છે. મૂળાંક 3 વાળા લોકોની જેમ જ આ લોકોને પણ પ્રેમમાં હ્રદયથી નહીં પરંતુ મગજથી વિચારવાનું પસંદ હોય છે. કારણ કે, મોટાભાગે હ્રદયથી લેવામાં આવેલાં નિર્ણયો ખોટા પણ સાબિત થઇ શકે છે પછી ભલે તે કોઇપણ વ્યક્તિને દુઃખ કેમ ના આપે.
અંક : 6
તારીખ 6, 15 અને 24ના જન્મ લેનાર વ્યક્તિનો ગ્રહ શુક્ર છે. શુક્ર ગ્રહ સાથે સંબંધ રાખનાર વ્યક્તિની ચમકતી કિસ્મતને જોઇને દુનિયા પણ સલામ કરે છે. પ્રેમના વિયમમાં પણ આ ગ્રહ બધા ગ્રહોને પાછળ છોડે છે. મૂળાંક 6 ધરાવનાર વ્યક્તિ ઘણા રોમેન્ટિક હોય છે. કોઇ વ્યક્તિને કઇ રીતે પોતાની તરફ આકર્ષિત કરવો તે તેમને સરખી રીતે આવડે છે. પાર્ટનરને દરેક પ્રકારથી ખુશ રાખવો તેમને પસંદ હોય છે.
પરંતુ તેનાથી વિપરીત મૂળાંક 6ની શ્રેણીમાં જ થોડા લોકો એવા પણ હોય છે જે એકથી વધારે સંબંધ બનાવવાનું પસંદ કરે છે. આ માત્ર ત્યારે જ બની શકે છે જ્યારે તે પોતાના પાર્ટનરની સાથે ભાવનાત્મક ઢંગથી જોડાય શકતા હોય. આ જ કારણ છે કે, મૂળાંક 2ની જેમ જ તેમની માટે પણ શારીરિક સંબંઘોથી વધારે જરૂરી છે હ્રદય સાથે જોડાયેલાં સંબંધો. જો શારીરિક સંબંધ બનવો તો પણ અંત સુધી પ્રેમ જોવા મળે છે.
અંક : 7
7, 16 અને 25 તારીખે જન્મ લેનાર લોકોનો મૂળાંક 7 અને ગ્રહ કેતુ છે. જોકે, આ લોકોના જીવનમાં તકલીફો તો ઓછી જ હોય છે પરંતુ તેમની નિરંતર ચિંતા કરતા રહેવાની આદત જ તેમનો સૌથી મોટો દુશ્મન છે. આ લોકો થોડા ખોવાયેલાં અને હમેશાં કંઇક વિચારતા રહે છે. પરંતુ તેનો અર્થ તે નથી કે, આ લોકો રોમેન્ટિક નથી, બસ આ લોકોને રાહ જોવી આવડતી નથી, મૂળાંક 2ની જેમ જ આ લોકો પણ પોતાના પાર્ટનરની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં હોય છે.
આ અંકના લોકો પોતાના જીવનસાથી પ્રત્યે હમેશાં પ્રામાણિક રહે છે પરંતુ જો પાર્ટનર દુઃખ આપે તો તેને સહન પણ કરી શકતા નથી. વાત પછી ભલે નાની કેમ ના હોય, પરંતુ પાર્ટનરની સાથે સંબંધમાં છે તો તે હમેશાં મગજમાં એક ખાસ જગ્યા બનાવીને રાખે છે. આ માટે નાના ઝગડા પણ ઘણી વાર મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. એવામાં તમારે તમારા હ્રદયની વાત તમારા પાર્ટનર સાથે શેયર કરતી રહેવી જોઇએ.
અંક : 8
જો તમારો જન્મ 8, 17 અથવા 26 તારીખના થયો હોય તો તમારો મૂળાંક 8 અને ગ્રહ શનિ છે. જો તમારો મૂળાંક 8 છે તો તમે નિશ્ચિતરૂપથી ભાવુક પ્રવૃતિના વ્યક્તિ છો, પરંતુ તમારા વ્યક્તિત્વનો એક ભાગ કોઇ અન્ય વ્યક્તિ સામે આવવા દેતાં નથી. ભાવનાઓથી ભરપૂર, તમે તમારા પાર્ટનરની પ્રત્યે હમેશાં પ્રામાણિક રહો છો. પરંતુ કોઇપણ તમને યોગ્ય રીતે સમજી શકતું નથી. આ જ કારણ છે કે, ખાસ કરીને મૂળાંક 8 વાળી મહિલાઓને લગ્ન માટે સંઘર્ષ કરતા રહેવું પડે છે.
કોઇપણ સંબંધને હ્રદયથી અપનાવો છો તમે, પરંતુ દરેક વ્યક્તિ સાથે તમે જોડાય શકતા નથી. કોઇ નવા વ્યક્તિને અપનાવવામાં ઘણો સમય લાગે છે તમારે. પરંતુ જો એકવાર ભાવનાઓ જોડાય જાય તો તમે પાછળ હટી શકતા નથી. તમે તમારા સંબંધને બચાવી રાખવાનો દરેક સંભવ પ્રયાસ કરો છો પરંતુ વધારે દુઃખ મળવા પર તે સંબંધની બહાર આવવાથી પણ કોઇ રોકી નથી શકતું તમને. તમારું વ્યક્તિત્વ એવું છે કે, તમે એક પરફેક્ટ મેરેજ મટિરિયલ છો, પરંતુ મૂળાંક 4 અને મૂળાંક 8 ધરાવનાર લોકો સાથે લગ્ન કરવાનું તમને ભારે પડી શકે છે.
અંક : 9
અંકશાસ્ત્રમાં છેલ્લો અંક છે ‘9’ જે મંગળ ગ્રહનો પ્રતીક છે. 9, 18 અને 27 તારીખે જન્મ લેનાર વ્યક્તિનો મૂળાંક 9 હોય છે. મંગળ ગ્રહ વિજ્ઞાન મુજબ એક વિનાશકારી ગ્રહ છે, આ માટે મૂળાંક 9 ધરાવનાર લોકો હમેશાં ગુસ્સામાં જ રહે છે. પરંતુ આ જાતકો ભાવનાત્મક પણ હોય છે, આ લોકો પોતાની ભાવના દર્શાવવા માંગતા નથી. ઉપરોક્ત બધા જ મૂળાંકોમાંથી સૌથી વધારે શારીરિક સંબંધોમાં રસ ધરાવતા હોય તો તે છે મૂળાંક 9 ના જાતકો.
આ જ કારણ છે કે, ઘણીવાર તેમના લગ્ન પછી પણ બહાર એક અલગ સંબંધ હોવો પણ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ તે માત્ર શારીરિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જ હોય છે. ભાવનાઓ માત્ર તેઓ તેમના પરિવાર માટે જ વ્યક્ત કરે છે. આ લોકો માટે પરિવાર સૌથી પહેલાં માનવામાં આવે છે, જેમાં તેઓ પોતાના પાર્ટનરથી વધારે તેમના બાળકો પર વધારે ધ્યાન આપે છે.